ગુડઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગૂ થયા બાદ 1 જૂલાઈથી આખો દેશ તદ્દન અલગ થઇ જશે. આઝાદી બાદ સૌથી મોટા ટેક્સ માળખામાં સુધારો થતાં જીએસટીની તમારા ખિસ્સાં પર પણ અસર પડશે. આશા છે કે જીએસટીથી આખા દેશ એક સિંગલ કોમન માર્કેટમાં ફેરવાય જશે, તેથી રાજ્યોની સરહદોની આર-પાર વસ્તુઓ સહેજ રીતે જઇ શકશે. અંદાજ તો એવો પણ લગાવી રહ્યાં છે કે આ ટેક્સ રિફોર્મથી દેશના જીડીપીમાં 1.5થી 2 ટકા સુધીનો ઉછાળો આવશે. હાલ સર્વિસ ટેક્સમાંથી મુક્ત હેલ્થ અને એજ્યકેશન જેવી સર્વિસીસને જીએસટીના દાયરામાં બહાર રખાઇ છે. આ જ રીતે ખાદ્યાન્ન, શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ પર પણ જીએસટી લાગશે નહીં.
જાણો, જીએસટી લાગૂ થતાં શું સસ્તું અને શું મોંઘુ થશે
ટેલિફોન બિલ પર હાલ 15%ની જગ્યાએ 18% જીએસટી લાગૂ થવાનો છે. આથી તમારું ટેલિફોન બિલ વધવાનું છે. આ જ રીતે બ્યુટી પાર્લરમાં જવું પણ મોંઘુ પડશે.
ટુવ્હિલર સસ્તા થશે. પરંતુ કંઇ ખાસ નહીં. કારણ કે બાઇક કે સ્કૂટર પર વેટ અને એક્સાઇઝ ડ્યુટી મળીને કુલ 30% ખર્ચ થતો જ્યારે જીએસટીનો દર 28% હશે.
ચાર મીટરની લંબાઇ સુધીની નાની કાર સસ્તી થશે
નાની કાર ખાસ્સી સસ્તી થવાની છે કારણ કે આ કાર પર 29% જીએસટી લાગવાનો છે, જ્યારે અત્યારે આ કાર પર 40% ટેક્સ લાગે છે. બીજીબાજુ લક્ઝરી કારના ભાવ પણ ઘટશે કારણ કે વધુમાં વધુ 43% ટેક્સ (28% જીએસટી અને 15% સરચાર્જ) લાગશે, જ્યારે અત્યારે 46% ટેક્સ આપવો પડે છે.
ફ્લાઇટ ટિકિટમાં ઇકૉનોમી કલાસની ટિકથોડીક સસ્તી થશે કારણ કે હાલ 5.60% ટેક્સની જગ્યાએ જીએસટીમાં 5% ટેક્સ લાગશે. પરંતુ, બિઝનેસ ક્લાસની ટિકિટ મોંઘી થવા જઇ રહી છે. કારણ કે અત્યારે તેના પર 8.40% ટેક્સ લાગી રહ્યો છે, જ્યારે જીએસટીમાં આ વધીને 12% થશે.
જો તમે 30 જૂન બાદ સ્માર્ટફોન ખરીદશો તો તમારે 1.5% ઓછો ટેક્સ આપવો પડશે એટલે કે 1 જૂલાઈથી સ્માર્ટફોન સસ્તા થવાના છે.
કન્ઝયુમર ડ્યુરેબલ્સ આઇટમ્સ પર જીએસટીમાં કોઇ રાહત મળવાની નથી. અત્યાર આ વસ્તુઓ પર 25થી 26% ટેક્સ લાગે છે, જ્યારે જીએસટીમાં 2% વધુ ટેક્સ આપવો પડશે.
વસ્ત્રો 1000 રૂપિયાથી ઓછી કિંમતના કપડાં પર ટેક્સમાં કોઇ ફેરરફાર નથી. તેના પર હાલનો 5%નો દર જ લાગૂ રહેશે. પરંતુ કિંમતી પોશાક મોંઘા થશે કારણ કે તેના પર 8% ટેક્સ લાગે છે જ્યારે જીએસટીમાં 12% ટેક્સ આપવો પડશે.
પઝેશન માટે તૈયાર પ્રોપર્ટી પર અત્યારની જેમ માત્ર સ્ટેમ્પ ડ્યૂટી આપવી પડશે, પરંતુ અંડર કંસ્ટ્રકશન પ્રોપર્ટી ખરીદવા પર 12% જીએસટી આપવો પડશે. જ્યારે નિર્માણધીન મકાનો પર 6% સર્વિસ ટેક્સ અને વેટ લાગે છે.
જીએસટીમાં કોચિંગ કલાસીસ મોંઘા થઇ જશે કારણ કે તેના પર 15% ટેક્સ લાગે છે જે જૂલાઈથી 18% થવા જઇ રહ્યો છે.
સિનેમા, થિયેટર, કેબલ, અને ડીટીએચ સર્વિસ
1 જૂલાઈથી મનોરંજનના તમામ સાધનો સસ્તા થવા જઇ રહ્યાં છે કારણ કે તેના પર વધુમાં વધુ 18% જીએસટી લાગશે જે અત્યારે રાજ્ય સરકારની તરફથી લગાવામાં આવતા એન્ટરટેનમેન્ટ ટેક્સથી ઓછો જ હશે. મહારાષ્ટ્રમાં અત્યારે 35% મનોરંજન ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
જીએસટીમાં દવાના ભાવ પણ ઘટશે કારણ કે તેના પર અત્યારે 14% ટેક્સ લાગી રહ્યો છે જે ઘટીને 12% રહેશે.
બેન્કિંગ સર્વિસીસ મોંઘી થવા જઇ રહી છે કારણ કે અત્યારે તેના પર 15% ટેક્સ આપવો પડે છે જ્યારે જીએસટીમાં 18% ટેક્સ નક્કી થયો છે. એટલે કે 1 જૂલાઈથી ડિમાન્ડ ડ્રાફ્ટ, ફંડ ટ્રાન્સફર જેવી સર્વિસીસ મોંઘી પડશે. આમ ટર્મ પોલિસીસ, અંડોમેંટ પોલિસીસ, અને યુલિપ્સ વગેરેના ઇન્શયોરન્સ પ્રીમિયમ પણ મોંઘા થશે.
રેલવે ટિકિટ 1 જૂલાઈથી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસીની ટિકિટો મોંઘી થવા જઇ રહી છે. ઉપનગરીય રેલવે સર્વિસીસને ફર્સ્ટ કલાસ ટિકિટ પર પણ થોડા વધુ પૈસા ખર્ચ કરવા પડશે.
No comments:
Post a Comment